Healthcare Tips - Health

દાંત તથા પેઢાના રોગો વિશે જાણો
પાયોરિયા

નિયમિત અને યોગ્ય રીતે દાંતની સફાઈ ન થાય તો દાંત અને દાંત ના પેઢાની આજુબાજુ સફેદ રંગનું એક પડ બનતું જાય છે. એ પડને છારી કહેવામાં આવે છે. આ છારી લાંબો સમય દાંત અને પેઢા ઉપર રહે તો પેઢા ફુલાઈ જાય છે. મો માંથી દુર્ગંધ આવે છે અને પેઢામાંથી લોહી નીકળે છે. તેને પાયોરિયા કહેવામાં આવે છે.

પાયોરિયા થવાના કારણો

  • મોં ની અયોગ્ય સફાઈ
  • અનિયમિત રીતે અથવા ખોટી પધ્ધતિથી કરવામાં આવતું બ્રશ.
  • પેઢાના રોગો.
  • તમાકુ કે દારૂનું સેવન
  • દવાઓ અને કેટલીક તબીબી સમસ્યાઓને  કારણે મોં સુકું થાય.

પયોરીયાના ચિન્હો

  • શરૂઆતમાં પેઢા વધુપડતા લાલ અને ફૂલેલા જોવા મળે છે.
  • પેઢામાંથી લોહી નીકળવું.
  • રોગ આગળ વધતા સવારે સુઈને ઉઠ્યા પછી મોં માંથી વાસ આવવી.
  • મોં ચીકણું રહેવું  
  • થૂંકમાં લોહી આવવું એવી અમસ્યા રહેતી હોય છે.
  • દાતણ કે બ્રશ કરતા મોં માંથી  લોહી નીકળવું
  • દાંતના પેઢા નબળા પડવા.
  • ક્યારેક પેઢા અને દાંત વચ્ચે જગ્યા થવાથી તેમાંથી સફેદ,ચીકણો અને ગંધ મારતો પ્રવાહી નીકળે છે. જેને પરુ કહેવામાં આવે છે.
  • આ રોગ જડબાથી હાડકા તરફ આગળ વધે છે ત્યારે દાંત ધીરે ધીરે હલવા લાગે છે અથવા આપો આપ પડી જાય છે અથવા તેને કાઢવાની જરૂર પડે છે.

પાયોરીયાની સારવાર કેવીરીતે થઇ શકે?.

પયોરીયાના રોગમાં દાંતમાં દુખાવો નહિ થવાના કારણે રોગી જાણે અજાણે બેદરકાર રહે છે. અને દાંતના ડોક્ટરની સલાહ - સારવાર લેવા ગંભીર બનતો નથી.

  • દાંત ઉપર જામેલી છારી દાતણ કે બ્રશ કરવાથી નીકળતી નથી. દાંતના ડોક્ટર તેમના અધતન  સાધનો દ્વારા દાંતની આસપાસ જમા થયેલ છારી કાઢી નાખે છે. જેને સ્કેલીંગ કહેવામાં આવે છે. જેમાં કોઈ ઈન્જેકશનનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.

  • નિયમિત રીતે દાંતના ડોક્ટર પાસે ચેક-અપ કરાવતું રહેવું જોઈએ.
  • જો રોગ પ્રાથમિક તબક્કાથી આગળ વધી જાય. તો ક્યારેક દાંતના પેઢાની સર્જરી કરાવાની જરૂર પડતી હોય છે.

  • આમ જનતામાં એક ખોટો ભ્રમ ઘર કરી ગયો છે કે સફાઈ કરવાથી દાંત ઢીલા પડી જાય છે, દાંત હલવા લાગે છે અને દાંતમાં કળતર થાય છે. આ માન્યતા સાવ ખોટી છે. કોઈપણ વ્યક્તિએ દાંતની સફાઈથી ગભરાવાની જરૂર નથી.

  • કેટલીકવાર એવું જોવા મળે છે કે પેઢાના રોગોને કારણે દાંત પહેલેથી જ ઢીલા પડી ગયેલા હોય છે, પણ દાંતની ઉપરની છરીને કારણે દાંતની મજબૂતીનો ભાસ થાય છે.

  • દાંતની સફાઈ પછી દાંત ચોખ્ખા થાય છે, દાંતનો કુદરતી રંગ પાછો આવે છે તથા દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહેછે.

     -      શરીરની તંદુરસ્તીનો આધાર દાંત તથા પેઢાની તંદુરસ્તી પર પણ રહેલો છે.

        લગભગ ૩૪% લોકોમાં દાંત તથા પેઢાની તકલીફના કારણે શરીરમાં અન્ય રોગો થતા હોય છે.

Published by:
Dr.Ankit M.Patel

Dr.Prachi Asnani
 Imax Dental Clinic
Tin Hanuman Road, Deesa