પૂર ગ્રસ્ત વિસ્તારનું ડ્રોન થી સર્વે
બનાસકાંઠા જિલ્લામાં જુલાઇ-૨૦૧૭ માં ભારે વરસાદ/પુરની પરિસ્થિતિને કારણે વ્યાપક પ્રમાણમાં જમીન ધોવાણ તથા પાક નુકશાન થયેલ છે. જમીન ધોવાણ અને પાક નુકશાનીનો ઝડપથી સર્વે થાય તે હેતુથી સ્થાનિક સ્ટાફ ઉપરાંત વિવિધ જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં તાંત્રીક સ્ટાફ મારફત સર્વેની કામગીરી હાથ ધરેલ છે. કામગીરી ઝડપથી, પારદર્શક અને સમયસર પૂર્ણ થાય તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ જીલ્લાઓમાંથી વર્ગ–૧ તથા વર્ગ-૨ અધિકારીશ્રીઓને દેખરેખની જવાબદારી સોંપવામાં આવેલ છે. વધુમાં પાક નુકશાનાની તથા જમીન ધોવાણની સર્વેની કામગીરીમાં પ્રથમ વખત જિઓ ટેગીંગ તથા ડ્રોન જેવી નવિન ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવી રહેલ છે. જિઓ ટેગીંગથી નુકશાન થયેલ વિસ્તારના અક્ષાંસ-રેખાંસ સાથે મલ્ટી લોકેશનના ફોટોગ્રાફ્સ મેળવીને અપલોડ કરવામાં આવે છે. અને વધુ જમીન ધોવાણ વાળા વિસ્તારોમાં ડ્રોન મારફત એરિયલ ફોટોગ્રાફીની કામગીરી પણ હાથ ધરેલ છે
Watch Video - Subscribe for more videos
Post a Comment